પ્રારંભ અને વિકાસ  
શ્રીનૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રી, મોરારજી દેસાઇના અધ્યક્ષ પદે તથા મોઘાભાઇ દેસાઇના માનદ્દમંત્રી પદેથી ઇ.સ.૧૯૫૬- ૫૭માં એન.કે.એમ. આર્ટ્સ ઍન્ડ સાયન્સ કોલેજની સ્થાપના થઇ હતી.
ઇ.સ ૧૯૬૨-૬૩માં શાહ એન.એચ. કોમર્સ કોલેજ શરૂ થતાં આર્ટ્સ કોલેજને સાયન્સ કોલેજથી છૂટી પાડી, કોમર્સ કોલેજ સાથે જોડાવામાં આવી હતી.
ત્યારબાદ તા.૧૨-૬-૧૯૭૩થી કોમર્સ કોલેજથી અલગ થઇ સ્વતંત્ર આર્ટ્સ કોલેજની શરૂઆત થઇ છે. જેના પ્રથમ આચાર્ય હતા મૂર્ધન્ય કવિવર શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા - ‘ઉશનસ્’ સાહેબ ઇ. સ. ૧૯૮૦માં ઉશનસ્ સાહેબ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં ડૉ. એલ. બી. પટેલ સાહેબે આચાર્ય પદ સંભાળ્યું. જેઓએ ઇ.સ.૧૯૯૨ સુધી આચાર્ય પદ શોભાવ્યું.
ત્યારબાદ માનસશાસ્ત્રના પ્રાધ્યાપક શ્રી એસ.એમ.અંબાણી સાહેબ બે વર્ષ અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક શ્રી. પી. એમ. ઉપાધ્યાય સાહેબ પાંચ વર્ષ (ઇ.સ.૨૦૦૨ સુધી) આચાર્ય પદે કાર્યરત રહ્યા હતા.
એમના પછી હિન્દી વિભાગના પ્રાધ્યાપક શ્રી એ.બી.પટેલ સાહેબ ઇન્ચાર્જ આચાર્ય તરીકે દોઢ વર્ષ સુધી સેવા આપી અને ત્યારબાદ ડૉ. હર્ષદ નાયકની આચાર્ય તરીકે નિમણૂંક થઇ. જેઓએ ઇ.સ.૨૦૦૮ સુધી આ પદ સંભાળ્યુ.
ત્યારબાદ ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફીઝીકલ ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપક શ્રી પી.ઝેડ. દેસાઇએ ચાર મહીના સુધી સેવા આપી હતી. એમના પછી હોમસાયન્સ વિભાગના પ્રાધ્યાપિકા ડૉ. રશ્મિબેન દેસાઇએ ચાર વર્ષ સુધી ઇન્ચાર્જ આચાર્ય તરીકે સેવા આપી અને હાલ તા: ૨૪-૫- ૨૦૧૨ થી ડૉ. જી. એમ. બુટાણી સાહેબ આચાર્ય પદે કાર્યરત છે.
૧૯૫૬-૫૭થી શરૂ થયેલી આ કોલેજ એના ૫૦ વર્ષ પુરાં કરી છઠૃા દાયકામાં કાર્યરત છે.
   
આ કોલેજમાં સ્નાતકતેમજ અનુસ્નાતકના વર્ગો ચાલે છે. સ્નાતક કક્ષાએ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્ક્રૃત જેવા ભાષા સાહિત્યનાં વિષય ચાલે છે. તેમજ સમાજશાસ્ત્રોમાં માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ગૃહવિજ્ઞાનનો અભ્યાસ કરાવાય છે. તો ગૌણ વિષય તરીકે રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કરાવાય છે. ઉપરાંત આ વિસ્તારમાં હોમસાયન્સ-ગૃહવિજ્ઞાનનો અભ્યાસ કરાવતી આ એકમાત્ર સંસ્થા છે.
અનુસ્નાતક કક્ષાએ હાલમાં ગુજરાતી, હિન્દી,સંસ્ક્રૃત અને ગૃહ વિજ્ઞાનના વર્ગો ચાલે છે. ઉપરાંત શિક્ષણેતર પ્રવૃત્તિઓ દ્વારા પણ વિદ્યાર્થીઓના વ્યકિતત્વ વિકાસની અનેક પ્રવૃત્તિઓ થાય છે.
આ વર્ષો દરમ્યાન, વલસાડ જિલ્લા ઉપરાંત સેલવાસ–દમણ અને ડાંગ જિલ્લાના અનેક વિદ્યાર્થીઓએ આ કોલેજમાં અભ્યાસ કરી પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી છે. આ કોલેજમાંથી બહાર પડેલા અનેક વિદ્યાર્થીઓ ગુજરાતભરની શાળા કોલેજોમાં શિક્ષક/ અધ્યાપક તરીકે કામગીરી કરે છે, તેમજ ઘણા વિદ્યાર્થી ઉચ્ચસ્તરે સન્માનીય સ્થાને પહોંચ્યા છે.
ઉપરાંત આ કોલેજના વિદ્યાર્થીઓ GPSC તથા IASની પરીક્ષા પાસ કરી કલેક્ટર પદ સુધી પણ પહોંચ્યા છે.
વધુમાં આ કોલેજને ૧૯૮૪-૮૫ વર્ષમાં ગુજરાતની બેસ્ટ કોલેજનો એવોર્ડ એનાયત થયો છે.
નેક કમિટીદ્રારા નેક એક્રેડિટેશનમાં તા. ૧૫- ૬- ૨૦૦૯ના રોજ આ કોલેજને 2.54 સાથે B+ગ્રેડ પ્રાપ્ત થયો છે.
   
વર્ષ ૨૦૧૩-૧૪ માં AAA (એકેડેમિક એન્ડ એડમિનિસ્ટ્રેટીવ ઓડિટ) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિનયન (આર્ટ્સ) વિદ્યાશાખામાં A ગ્રેડ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.